શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળા નં.23,બોટાદ
ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019
રવિવાર, 11 માર્ચ, 2018
વિશ્વ મહિલા દિવસ
આજ રોજ શાળા નમ્બર 23 ભગવાન પરા માં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી .આજ રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શાળા નમ્બર 23 માં જાયન્ટ્સ સહેલી ગ્રુપ દ્વારા મહીલા સશકતીકરણ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન થયું. જેમાં મહિલા સમલેન, વેશભૂષા, વકતૃત્વ સ્પર્ધા અને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.જે અંતર્ગત વિવિધ નારી રત્નો જેવા કે કિરણ બેદી, રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા જેવા પાત્રો પરિચય આપવામા આવ્યો.બાળાઓ દ્વારા બેટી1 બચાવો અને નારી શક્તિ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળા ના શિક્ષિકા બહેનો નું સન્માન કરવામાં આવ્યું.શાળા1પરિવાર દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ વાતો કરવામાં આવી.
નગર પ્રા. શાળા નં 23 ,ભગવાન પરા
તારીખ : 8 - 3 - 2018
વિશ્વ મહિલા દિવસની ઉજવણી
- ધરતી પરનું સૌથી સુંદર કાવ્ય એટલે સ્ત્રી
- સમર્પણની મૂરત અને કરૂણાની અભિવ્યક્તિ એટલે સ્ત્રી
- સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ અને પ્રેમથી વિચારો તો સાવ સરળ અસ્તિત્વ.
- આજે અમારા જ પરિવાર સાથે જોડાયેલ તમામ 16 ગુરૂજન, બહેનો નું પેન આપી સન્માન કરવામાંઆવ્યું હતું.
- સ્ત્રી ને ખરૂં સન્માન ત્યારે જ મળશે જયારે તેની પહેલ આપણાથી અને આપણા પરિવારથી થાય.
- પહેલા શિક્ષિત, પછી સશક્ત, પછી સમર્થ ને પછી સર્વત્ર બની જતી હે અધિષ્ઠાત્રી નારીજગત , ચાલો આજે ફરીથી એકવાર સ્વયંને જાગ્રત કરીએ કે નારી શક્તિ એ જ સૃષ્ટિની સર્વે શક્તિમાં સર્વશ્રેષ્ઠ છે.
અમારા પરિવાર સાથે જોડાયેલા તમામ જન્મદાત્રી એવી નારીશક્તિઓને શાળા પરિવાર વતી નતમસ્તક વંદન.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
-
આજ રોજ શાળા નમ્બર 23 ભગવાન પરા માં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી .આજ રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શાળા નમ્બર ...














